SA374

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
“તારી ઉત્તમ મરજી”
તારી ઉત્તમ મરજી થજે, ગોઠે તેમ થાય પ્રભુ,

રે, મારા મનથી કહેવડાવ, સૌ સ્થિતિઓમાં તું;

જ્યારે સંકટ ઘેરે છે, ને રસ્તો નહિ દેખાય,

ત્યારે ગાઇશ વિશ્વાસ વડે, આશા રાખી સદાય,

પ્રિય મિત્ર મરે તો હું જોઇશ તારી ગમ,

મારી પાસે તું રહે તો, નમું તને હરદમ,

હે સ્તુતિમાન શુદ્વાત્મા, સહેવાની શકિત દે,

ને દુઃખના મોટા સાગરમાં, બચાવી રાખ મને,