SA371

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
શાસ્ત્ર પવિત્ર ખરો ભંડાર, જ્ઞાન સનાતન ત્યાં મળનાર;

છે મુજ મૂળ તણું ત્યાં જ્ઞાન, છે મુજ જાત તણું ત્યાં ભાન.

છે મુજ ચૂક વિષે ત્યાં બોઘ, છે મુજ ભૂલ વિષે ત્યાં શોઘ,

છે મુજ માર્ગ તણો દોરનાર, છે પ્રકાશ મને દેનાર.

છે મુજ ન્યાય તણો ચુકાવ, છે મુજ ત્રાણ વિષેનો ભાવ;

છે મુજ દોષ વિષેનો માર, છે મુજ નબળાનો આધાર.

છે મુજ સ્વર્ગ તણો ત્યાં આશ વર્ણવે પાપોનો નર્કાવાસ,

શાસ્ત્ર પવિત્ર ખરો ભંડાર, જ્ઞાન સનાતન ત્યાં મળનાર,