SA370
Jump to navigation
Jump to search
ટેક - જય જય ! બોલો પ્રભુ ઇસુની, સૌને માટે મુકિત છે પૂરી, કરી પસ્તાવો, વિશ્વાસ ધરી, મુકિત મળે છે હાલ. | |
૧ | આવો તારનાર પાસ, વાર કરતા મા, બાઇબલ કે’ છે ખાસ, ખ્રિસ્ત છે ત્રાતા; |
૨ | આવો તારનાર પાસ, સાંભળો રે સૌ! હાલ કરો વિશ્વાસ, ઢીલ ન કરો ! |
૩ | આવો તારનાર પાસ, કરો વિચાર, આપણે કાજ કેટલું, વેઠયું તારનાર ? |
૪ | તારનારની પાસે હું આવું છું, તેની પાસે મારાં પાપ લાવું છું મનની વાત તેની જણાવું છું, પ્રભુ તું સાંભળે છે. |
૫ | મારે બદલે તું પામ્યો મરણ, તને હું સોપું અંત:કરણ, મારા પર વહે છે લોહીનું ઝરણ, પાપ મારાં ઘોવાય છે. |