SA367

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
જય ! જય ! જય ! ઈસુને જય !

સઘળું સોંપી દઈશું, જગને જીતી લઈશું,
સદા સાચા રહીશું, જય ! જય ! જય !

યુદ્ધ, યુદ્ધ, યુદ્ધ, પાપની વિરદ્ધ;

ઝંડા પકડી લઈશું, શૂંરા સિપાઇ થઈશું,
જીવન રોટલી ખાઈશું, યુદ્ધ, યુદ્ધ, યુદ્ધ,

પ્રેમ, પ્રેમ, પ્રેમ, દેવે કીધો તેમ !

સૈાની ઉપર રાખીશું, વૈરી વેરી નાખીશું,
સ્વર્ગી અમૃત ચાખીશું, પ્રેમ, પ્રેમ, પ્રેમ.

શ્રમ, શ્રમ, શ્રમ, લાવવા ખ્રિસ્તની ગમ !

દરેક દુઃખી પાપીને, તેમને સમજણ આપીને,
તે પર પ્રીતિ રાખીને, શ્રમ, શ્રમ, શ્રમ.

આશ, આશ, આશ, ખ્રિસ્ત પર વિશ્વાસ !

વિશ્વાસ વડે ચાલીશું, દેવની આજ્ઞા પાળીશું,
સ્વર્ગી અમૃત પામીશું, આશ, આશ, આશ.