SA366

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - આવું છુ તુજ પાસ, આવું આ પાળે

રકતે મને ધોઈ નાખ, જે કુંખથી નીકળે.

જો ઇસુ જ્નમ્યો, પાપથી બચાવવાને,

તો લાગણી પેદા કર અમમાં, પાપથી મુકત થવાને.

હું બહુ દુઃખી છું, એમ કહેવુ બસ નથી,

પણ મનથી છેક બદલાઇને, બતાવવું ચાલથી.

તમારી વ્હાલી સૌ, કુટેવો તજી દઇ,

ને ખ્રિસ્તના બળથી સ્થિર રહી, પાપ ફરી કરવુનહિ.

પ્રભુ ! તું એવુ કર, કે જાગૃત રહીએ સૌ,

ને અમ સર્વના હૃદયોને, તુજ રકતે પૂરાં ધો.