SA365

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - સિપાઈ થવા હામ ધરી એકલા રહો સ્થિર,

મનથી ખ્રિસ્તનું કામ કરીને થજો સત શુરવીર.

દેવનું કામ કરવાને માટે સદા રાખો ધીર;

ચાલો સ્વર્ગની સીધી વાટ ને થાજો સત શુરવીર !

બે મનવાળા હારે છે, વાગે જ્યારે તીર;

પોતાને સંભાળે તે થાયજ નહિ શુરવીર.

શત્રુઓ તો ઘણાં છે, થશો મા દિલગીર;

દેવથી તેઓ હણાશે, જો થશો સત શુરવીર !

ફોજની ધજા ઊડાવો, હૈયે રાખો હીર,

શત્રુઓને હરાવો રે થજો સત શુરવીર !

દાનિયેલ જેવા સ્થિર રહો લડજો સાટે શિર,

સૌને ખ્રિસ્તની વાત કહો, રે થજો સત શુરવીર!