SA341

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
શેતાન શત્રુ સામે આજ, યુદ્ધ કરવાને ઇસુ કાજ,

આત્મિક શસ્ત્રો સજી આજ, લડવાને ચાલો.- યુવાનો,

સત્યની કમર બાંધી, બનો બહાદુર થાઓ સ્થિર,

ન્યાયપણનું બખ્તર પહેરી, લડવાને ચાલો.- યુવાનો.

તારણનો ટેાપ ધરી શીર, શૂરા સૈનિક થાઓ વીર,

બાઇબલ બે ધારી તલવાર, હાથ ગ્રહીને ચાલો. - યુવાનો.

પગરખાં શાંતિનાં પહેરી, આગળ ચાલો ધરી ધીર,

તેથો પામશો તમે જીત, લડવાને ચાલો - યુવાનો.

યુદ્ધને મોખરે ઇસુ રાય, પોતે છે, બળવાન સદાય,

માટે બીક ન રાખો કંઇ લડવાને ચાલો.- યુવાનો.