SA339
Jump to navigation
Jump to search
ટેક : જગમાં માતૃશ્રીનો પ્યાર (૨) તે કેવો હશે રે, બળો પ્રત્યે તેનાં વ્હાલ (૨) તે કેવો હશે રે. | |
સાખી ૧.બાળ ઉદાસી જોઇને મત ઘણી ગભરાય છે, મીઠાં મીઠાં ભોજનો તજી દઇ, કડવાં ઓંસડો પી જાય છે. | |
સાખી ૨. નવ, નવ માસ પેટે ધર્યો; જન્મતાં ભીનેથી લઇ સુકે કર્યો. ભૂખ, દુઃખ, ઊંઘ, ઉજાગરા, વેઠી વેઠીને મોટો કર્યો; | |
સાખી ૩. ધન મળે કીર્તિ મળે, લક્ષ્મી ગએલી સાંપડે, સગાં સહોદર સહું મળે, જનનીની જોડ ન મળે; |