SA338

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક : ઉપકારી ઓ...મા ...તા, બાળક તુજ ગુણ ગા ...તા.
જોઇ ઉદાસી બાળ, ગભરાય મા તત્કાળ,

વહાલ બતાવે ઝાઝાં, બાળ ઘણાં હર્ખાતાં- - -ઉપકારી.

તુજ ગુણોની ગણના કરતાં, અમ અંતર ઊભરતા,

પ્રેમ ભૂલાય નહિ તારો, ઉરથી જે વ્હેનારો- - -ઉપકારી.

તુજ ઉપકારની યાદી, ભૂલુ નહિ કદાપિ,

સદ્‌ગુણ ભંદાર ભારી ગણના કરું આ વારી- - -ઉપકારી.

જગમાં માતા મારી, જોડી મળે નહિ તારી,

વંદુ કોટિ વારી, આશિષ છે અમારી- - - ઉપકારી.