SA333

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ઇસુ તારો મુક્તિ ફોજને, જયવાન કર સૌ સૃષ્ટિમાં,

વિશ્ચાસ કરતી લડતી રાખજે, જયાં જયાં હોય આ ધરતીમાં
હાલેલુયા ! જીતીશું સૌ અવનિમાં,

તેં શુરવીરો એક કરાવી, લડવા બળનું દીધું દાન,

કે સૌ શત્રુને કંપાવી, થાએ સર્વદા જયવાન !
ફેજમાં રહી, સેવા કરીશું દિન રાત.

તારા રાજદંડ તળે વૈરી, નમતાં નમતાં આવે છે;

શેતાન સેનાને વિખેરી, તું હદય બદલાવે છે,
લડતા રહોશું, દુષ્ટને તું બચાવે છે.

ખીણ ઊઠાવજે, પહાડ ઉતારજે, દુષ્ટ સ્વભાવોને મટાડ,

ઇસુ રકતે જગને તારજે, ભુંડા આત્માઓને કાઢ;
સર્વ જાતને, પુરો પાપ મુકિત પમાડ.