SA329

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - લડો સિપાઈ લડો, લડો મરણ સુધી, લડો સિપાઈ લડો,

મુગટ પામીશું પછી; પ્રાર્થના કરતાં લડો, ગીતો ગાઇને,
રાત ને દિવસ લડીશું અમે.

ફોજમાં છીએ લદનાર, સરદાર છે ઇસુ,

સૌ પાપથી અમને બચાવે છે;
જગતમાં અજવાળું, પ્રગટ કરીશું,
યુદ્ધ કરવા ઇસુ બોલાવે છે.

નોબતને વગાડો, પકડો રે તરવાર,

મનમાંથી કાઢી નાખો સંદેહ;
ફોજની ધજા ઉડશે, આખો પૃથ્વી પર,
આખા જગ પર પામીશું ફતેહ.

વૈરીઓ જો વધે, તો પણ લડતા રહો,

રાખો રે ભરોસો ઇસુ પર;
વૈરીઓની ઉપર તમે જય પામશો,
આગળ ચાલો થઈને નિડર.