SA327

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
દેવના સિપાઇઓ પોકારો, હાલેલૂયા !

દૂતોની સાથે રાગ કાઢો, હાલેલૂયા !
આગળ જાઓ સ્તુતિ ગાતા,સ્વર્ગ સુધી જોવા ત્રાતા,
ઇસુ છે મુક્તિદાતા, હાલેલૂયા !

સઘળા લોકો ઉપકાર માનો, હાલેલૂયા !

પૂરી મુક્તિ મફત જાણો, હાલેલૂયા !
ઇસુ મુઓ સઘળાં કાજ, વધસ્તંભ પર થયો પ્રાયઃશ્ચિત,
નાશ કરવા શેતાનનું રાજ, હાલેલૂયા !

લોક તારેલા સૌ ગાએ છે, હાલેલૂયા !

આખી પૃથ્વી પર થાએ છે, હાલેલૂયા !
પાપ મૂકીને બચી જાઓ, કાલનો વાયદો ન કરો રે !
આવી મારી સાથે ગાઓ, હાલેલૂયા !