SA326

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - આગળ ! આગળ ! સૂણો સુસમાચાર,

આગળ ! આગળ ! ગયો છે પાપનો ભાર,
ગાઈશું ખ્રિસ્તની સ્તુતી અમે, આખી પૃથ્વી પર,
સ્વર્ગી રસ્તા પર ચાલીને.

મુકિતનો કરો પોકાર, ને ગાઓ તેનું ગાયન,

એવી રીતે ગાજો, કે સૌ જગ કરે ભજન;
ગાજો જેમ આગળ ગાયું, દેવના હજારો જન.
સ્વર્ગી રસ્તા પર ચાલીને.

ચિંતાતુર હરખાયે છે, સાંભળી તેનો અવાજ,

અબળ બળવાન થાએ જેમાં, ખ્રિસ્ત કરે છે રાજ;
ફોજના લાખો લોકો પામે, શકિત યુદ્ધને કાજ,
સ્વર્ગી રસ્તા પર ચાલીને.

મુકિત ફોજથી શું થશે ? એમ શત્રુ બોલે છે,

દેવ અમારી સાથે છે, એ તેઓ ભૂલે છે;
વળી અણદીઠ સેના ઘણી, અમને ઘેરે છે,
સ્વર્ગી રસ્તા માંહે ચાલતા.

માટે ખ્રિસ્તની ફોજને કાજ, એક સડક બાંધીશું,

લાખોને બચાવીને, જગને કંપાવીશું;
આખા જગને જીતી, શેતાનને હરાવીશું,
સ્વર્ગી રસ્તા પર ચાલી.