SA323

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
શૂરવીર થઇશું ! શીરવીર થઇશું ! જ્યારે યુદ્ધ હોય વિકરાળ;

ભરે તોફાન મધ્યે ગાઇશું, હિંમત પામી તત્કાળ,
હિંમત પામી તત્કાળ, સ્તંભ થકી.

જીતીશું અમ ! જીતીશું અમ ! ઇસુના લોહીથી;

અમે હઠનાર નથી મોત લગી, જય મળે ત્યાં સુધી,
જ્ય મળે ત્યાં સુધી, સ્તંભ થકી.

શૂર ચઢે છે ! શૂર ચઢે છે ! શત્રુ કઢાશે દૂર;

મેાટા શૂરવીર જેવા ગાઇએ, જય પામીશું જરૂર,
જય પામીશું જરુર, સ્તંભ થકી.

મૃત્યુકાળે, મૃત્યુકાળે, ખ્રિસ્તની સોડમાં ભરાઇ;

વિશ્વાસે ઉડીશું દેવ કને, સ્વર્ગી મુકામની માંય,
સ્વર્ગી મુકામની માંય સ્તંભ થકી.