SA321

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - જય પામવાને લડો, શૂરવીરો, જય પામવાને લડો જય પામશો,

જય પામવાને લડો, ટકી રહો, ઇસુ છે સરદાર નહિ હારશો.

જય પામવાને લડો, દેવના સિપાઇઓ,

હથિયાર બંધ થજો, તરવાર ચલાવો;
ઊંચી કરો ધજા ને, પવિત્ર રહો,
શેતાનની સૌ, જઇ નસાડી દો.

જય પામવાને લડો, સ્તંભના સિપાઇઓ,

સુખ આરામને તજો, હાનિમાં હરખાઓ;
ટોપ મુકિતનો લઇને, પકડો તરવાર,
જીતતા ને જીતવાને, થજો યુદ્ધ કરનાર.

હાથોહાથ મેળવીને, મનના એક થઇ,

આગળ રોજ વધીને, પામીએ વિજય;
સદા આગળ જઇશું, મળશે જ્યાં સુધી,
આકાશ મધ્યે ઇસુ, ને મુગટ સ્વર્ગી.