SA313

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - અમે કદી હારી જવાના નથી, કદી નહિ ! કદી નહિ !

અમે કદી હારી જવાના નથી, સદા જયવાન રહેવા ઠરાવ્યું છે અમે.

દેવ સિપાઇઓને લડતા રાખશે, સદાયકાળ પામીશું જયનું દાન,

ફોજો શેતાનની એકઠી થાય છે, પણ નિશ્વે થઇશું જયવાન;
જો કે શત્રુ જીતવા લડયા, ઊડતી રે' છે ફોજની ધજા,
અને ઊડશે તે હંમેશાં અમે હારવાના નથી.

ચાલીશું જીતનાર ત્રાતા પાછળ, ખ્રિસ્ત આગળ જશે શત્રુ નાસી,

ફોજ અમારી સ્થિર રહેશે સબળ, જીતવા ઠરાવ કીધો નકકી;
શુદ્ધતા ને સ્વાર્પણ થકી, અમે પાછા હઠવાના નથી.
સ્થિર રહીશું મરણ લગી, અમે હારવાના નથી.

દરેક દેશ માટે લઇને મુકિત, જઇશું જગના છેડા સુધી.

જ્ણાવીશું રે ખ્રિસ્તની શકિત, પામી મુકિત મફત પૂરી;
તોડી શેતાનની ગાદી, આખા જગને બચાવી,
સદા જયવાન થઇશું નકકી, અમે હારવાના નથી.