SA31

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - મહા આનંદ આપણને થાય છે જો,

પ્રભુ ઇસુ તણા લોહીથી સફાઇ છે જો.

પૂરી પ્રીતિમાં જે માણસ જાય છે જો;

તેનાં પાપો કૃપાએ ધોવાય છે જો. –મહા.

તેની વાણી મઘૂરી સંભળાય છે જો;

આવો દુઃખી આનંદ પૂરી અહી છે જો.-મહા.

ઝરો પૂરો અહિયાં ઉભરાય છે જો;

તે તો ઇસુ જગતનો રાય છે જો. –મહા.

સર્વ સંકટમાં તેની સહાય છે જો;

તેની શકિતથી શત્રુ સંતાય છે જો. –મહા.