SA308

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક : આગળ ચાલે, આગળ ચાલે, રે આગળ ચાલે છે મુકિત ફોજ

ઇસુના સિપાઇઓ શૂર થજો રોજ ! રે આગળ આગળ ચાલે છે
મુકિત ફોજ

થાવ ફોજમાં દાખલ જે લડવા જશે,

શત્રુને જીતવા બળ ઇસુ આપશે;
નેકીને સાચવી પાપ વિરૂદ્ધ રોજ,
રે આગળ આગળ ચાલે છે મુકિત ફોજ.

થાવ ફોજમાં દાખલ નસાડો દુશ્મન,

ઈસુ તારનારને માનશે દરેક જન;
રોકવાને છો શેતાન બહુ કરે ખોજ,
રે આગળ આગળ ચાલે છે મુકિત ફોજ.

થાવ ફોજમાં દાખલ શેતાન સામે થઇ,

મોત લગ લડીશું રે, આ યુદ્ધની માંય;
ઇસુ ઉતારે છે સૌ પાપનો બોજ,
રે આગળ આગળ ચાલે છે મુકિત ફોજ.

થાવ ફોજમાં દાખલ ને ન કરો વાર,

હાલ તમને લાગ છે, થોભો ન લગાર;
યુદ્ધ તો કઠણ છે, પણ જયવાન થશો જ,
રે આગળ આગળ ચાલે છે મુકિત ફોજ.