SA306

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
હજારો હાલેલૂયા ! આનંદી પ્રેમથી ગાવ,

હજારો ઉપકારસ્તુતિ, આજ તારનાર દેવની થાવ;
લાલ સાગર તથા રાનમાં, આપણી આગળ થઇ,
આગરૂપી સ્તંભે દોર્યા, અમને કનાની માંય.

તેને હોજો સર્વ મહિમા, ને પ્રાક્રમ તથા માન,

જે પોતાના લોકોને, રોજ કરે છે જયવાન;
જોખમથી બચાવ પામી, તારેલા કૃપાએ,
અમે તેના સિપાઇઓ, સ્તંભ ઊંચકીએ છીએ.

આગળ ચાલો ફોજ મુકિત, આગળ શત્રુ પર ધાવ,

શેતાન યોજે છે યુકિત, કરવા ફોજનો રોકાવ;
દાસપણામાં વળે છે, લોકોનું સર્વનાશ,
હે મુકિતના સિપાઇઓ, તેમને લાવો ખ્રિસ્ત પાસ.