દેવ, ફોજનું ભલું કર, ફેલાવ સૌ પૃથ્વી પર, જ્ય આપજે રોજ;

એમ કર કે સૌ સિપાઇ, પામે મનની સફાઇ,
ને બધે જયવાન થાય, અમારી ફોજ.

શૂરવીર કરજે અમને, યુદ્ધમાં સંગે આવજે, ને આપજે જય;

તું ચાલજે અગાડી, પાપ ને બીક નસાડી,
દરરોજ જીત પમાડી, સાથ રહે સદાય.

જનરલને દે આશિષ, અમલદારનું વિશેષ, તું ભલું કર;

લડવા આપજે શકિત, વધાર તેમની ભકિત,
જયવાન થાય રકતથી, સૌ શત્રુ પર.