SA295
Jump to navigation
Jump to search
૧ | પ્રભુ પોતે જેના પક્ષમાં, વૈરીથી શું થાશે રે ? પથ્થર ફેંકે પાપીઓ તો, ફૂલ થઇ વેરાશે રે. |
૨ | શાદ્રાખ, મેશાખ, અબેદનેગો, અગ્રિમાં હોમાયા રે; સાતઘણી ભઠ્ઠી સળગાવી, તેમાં કેમ કઢાશે રે ? |
૩ | ગોલ્યાથ સરખો મહાબળિયો તો, આપ બળે શું લડશે રે ? શિરછેદન તો દાઉદે કીધું, માંસ પક્ષીએ ખાધું રે. |
૪ | આનંદે આવો ને ધૂન મચાવો, મુકિત ગીતો ગાઇને; રે? દાઉદ સરખા નાચી ઊઠયા, ધન્ય કહો આ ભકિતને. |
૫ | લાખો માણસ પાપથી ફરે, વહેલા બચી જાશે રે; ભરત ખંડમાં ભારે મહિમા, ઇસુનો દેખાશે રે. |