SA293

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
રાગ : જગતત્રાતા તારણદાતા

ટેક : જાગો જાગો લડવા લાગો, ફોજનો ધર્મ એ છે.
જાગો! જાગો! લડવા લાગો ફોજનો ધર્મ એજ.
જાગો, જાગો, જાગો, જાગો.જાગો.જાગો.જાગો,જાગો,
જાગો! જાગો! લડવા લાગો ફોજનો ધર્મ એજ.

શેતાન લોકોને ભમાવે, ખોટી આશાઓ રખાવે,

લોકને સત્ય વાત ન ભાવે, નાશમાં જાય છે ;-જાગો.

ઇસુ ખ્રિસ્તની વાત સમજાવો, સાક્ષી આપી ગીતો ગાઓ,

લોકને તારવા કષ્ટ ઉઠાવો, ઇસુ સાથે છે ;-જાગો.

સૌની પાસ કરાવો નેકી, ઇસુ ખ્રિસ્તની ઉપર ટેકી,

સૌ ફુટેવો વેગળી ફેંકી, નકકી જય મળશે;- જાગો.

ઊંચી કરો ફોજની ધજા, વધારો પ્રભુની પ્રજા,

તજી દઇ મોજ ને મઝા, ઇસુને લીધે; -જાગો.

ખ્રિસ્તે પોતે દુ:ખ ઉઠાવ્યું, મિત્ર થઇને શિર આપ્યું,

લોહી તેનું વહેવડાવ્યું, સૌને તારે છે ;-જાગો.

ધીર ધીરને સૌ લડો, શત્રુ શેના ઉપર પડો,

આગળ જુઓ આપણેા વડો, ઇસુ પોતે છે;-જાગો.