SA289
Jump to navigation
Jump to search
૧ | ફરજની વાટ કિનાર, વહે છે કૃપાની ધાર, તે વાટમાં જે જનાર, તેને છે સુખ અપાર. |
૨ | ઇસુ છે અંદર, હું તેનું મંદિર, તે છે મારો મદદગાર, તે છે આગળ, હું છું પાછળ, મજ પર તેનો છે બહું પ્યાર ! |
૩ | સત્યને ગ્રહું, આત્માએ ચાલું, ખરું કરવા છું તૈયાર, એવી રીતે જીવન ગાળું, તેથી જીતું વારંવાર ! |
૪ | હે મારા ત્રાતા, લે મને હાથમાં, અમર આત્માઓને તાર, પવિત્રાઇ ને પરિશ્રમે, તું છે ફતેહ પમાડનાર. |