SA283

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
આશીર્વાદો ઘણા મળે છે, નિત નિત,

માટે આભાર માનતાં ગાઓ હોંસથી ગીત.
શકિત બુદ્વિ, સમજણ પ્રભુએ આપી,
સંભાળે છે તમને શાંતિમાં સ્થાપી.
ટેક : આશીર્વાદો મળ્યા તમોને
સંભારીને ગણેા એક એકને;
પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી
અજાયબ બહું લાગશે, થશે મન ખુશી

તમ પર પ્રભુની છે દયા, કૃપા, પ્રીત,

થાય છે પ્રગટ તે સૌ વાતોમાં ખચીત;
તે તમારી ગરજ પૂરી પાડે છે.
ખોરાક, વસ્ત્રો અને પાણી આપે છે,

કરે છે બાપ આગળ ઈસુ મઘ્યસ્થી.

તમને ખોટ કંઈ પડશે કદી નહિ તેથી;
મનમાં વસીને ચલાવવાને બધું,
દેવનો આત્મા આવ્યો, તેથી અધિક શું ?