SA281

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ઇસુમાં છે વિશ્વાસ જેનો, સુખી તેઓ ઘણાં છે;

નિરાશાને સંશય ઘેરે, તારી કૃપા પુષ્કળ છે.
સુખી માનવ (૪)
સુખી તેના પ્રેમની માંય.

પ્રભુએ તેની કૃપાથી, શોધ્યા મૂલવાન આત્માને;

ઘેરો ઘાલે શેતાન સેના, પ્રભુ નસાડશે તેને.
પિતા ખાતર (૪)
સંભાળશે તું મજ દિનરાત.

૩ અમારો પ્રભુ ન ઊંઘે, હર ઘડી લે છે સંભાળ;

સંખ્યા બળમાં વિશ્વાસ નથી, પ્રભુ સર્વ શકિતમાન.
ભરપૂર હિસ્સો (૪)
પ્રેમથી આપે પિતાજી.

જેમ પક્ષી નિજ પાંખો તળે, સંભાળે નિજ બાળોને;

તેમ પ્રભુ નિજ પાંખો તળે, સંભાળે નિજ બાળોને.
રક્ષા કરજે, (૪)
સામનો કરશું દુશ્મનનો.