SA279

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
હું જઇશ પ્રભુના બળમાં,જે માર્ગ મજ કાજ ઘડયો તેણે;

હું ચાલીશ વચનના પ્રકાશ, નહિ નાસું ભય જયારે ધેરે;
મજ પગલાંમાં હાજરી દેશે તે, ભરપૂર પણે ગરજ પૂરશે,
મજ યાત્રા પૂરી જયારે થાય, દ્રઢ વિશ્વાસ રહેશે તે પરે.

હું જઇશ પ્રભુના બળમાં, સેવાને કાજ મૂકે તે જયાં;

તેના સ્મિતે આનંદ મળે, તાજગી પામશે મજ આત્મા ત્યાં;
જ્ઞાન તેનું રક્ષાશે હાનિમાં, મજકાજ પ્રાક્રમ પૂરતું છે ત્યાં;
હું વિશ્વાસ ધરીશ શકિતમાન,અફર પ્રેમની ખાત્રી થાય ત્યાં.

હું જઇશ પ્રભુના બળમાં, વિશ્વાસ સાથ મુશ્કેલીની માંય,

કૃપા તેની ઢાલ ને ઇનામ, હિમ્મત, આસ્થા જાગશે મજ ત્યાં;
આજ્ઞા જયારથી આપી તેણે, જીતો શત્રુને જઇ ત્યાં.
તેને સતની તલવાર વડે દુઃખ વેઠવા ને જીતવા જઇશ ત્યાં.