SA278

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
દિવ્ય સતના શુદ્વ આત્મા,

મજ અંતરમાં ઉદય થા,
અંતરે વચન પ્રગટાવ,
દ્રષ્ટિ ખોલ આત્મા જગાવ.

દિવ્ય પ્રેમના શુદ્વ આત્મા,

મજ હદયમાં પ્રગટ થા,
સૈા શુભ ઇચ્છા તું પ્રગટાવ,
તુજ અગ્રિએ સ્વાર્થ દૂર થાવ.

દિવ્ય ન્યાયના શુદ્વ આત્મા,

મજ હદયનો રાજા થા.
થા મજ દેવ, હું તારો થઇશ,
હંમેશાં તારો રહીશ.

દિવ્ય શાંતિના આત્મા,

ભયભીત મન પર તું સ્થિર થા,
શાંત કર ઉછળેલ સાગરને,
તુજ મહાન શાંતિ વડે.

દિવ્ય હર્ષના શુદ્વ આત્મા,

પ્રફુલ્લ કર તું મજ આત્મા.
થા મનમાં વહેતો ઝરો.
ભવ રાને જાઉં ગીત ગાતો.