ઇસુને હું સર્વ સોંપું, જિંદગી ને સર્વ બળ,

વાણી,વિચાર અને કાર્યો,સર્વ દિવસો સર્વ પળ.

ટેક - સર્વ સોપું છું,સર્વ સોપું છું,

તને મારા પ્રિય ત્રાતા, સર્વ સોપું છું.

હસ્ત તારા કાર્ય કાજે, પાય સુપંથે સંચરવા,

નેત્રો પ્રભુને નિરખવા, હોઠો,છે સ્તુતિ કરવા.

હીરા,માણેક આદિ રત્નો, કીર્તિ ,વૈભવ, ને વિલાસ,

જગની સંપત તુચ્છ માનું જીવનની ખ્રિસ્ત એક જ આશ

મુખ ઇસુનું નિહાળવાથી,અન્ય સૌ કંઇ લાગે વ્યર્થ,

તેનો મેળાપ થતાં મુજને, સર્વ જણાએ છે સ્વર્ગ.

ખ્રિસ્ત રાજા ગૌરવી તું, મુજને લાગે છે પ્યારો,

જુઓ, આશ્રર્ય છે કેવું, નિત્ય સદા તમારો .

Media