SA272

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ઝરામાં હું રહું, અજવાળે ચાલું,

વિશ્વાસ ધરી સદા, ઈસુને માનું;
હંમેશા હું જોઉં, હાસ્ય ઈસુનું ,
મજ સાથે રહે સદા, હંમેશ તેનો હું .
ટેક : ઈસુની સાક્ષી કાજ હંમેશ તેનો હું,
સર્વસ્વ ઈસુ કાજ, આનંદ શું કહું ?

ઈસુ તેનો આનંદ, મજ ભાગ હું ગણું,

રોકે નવ તે કોઈ, ભળે નહિ બીજું;
વિશ્વાસ ધરી જીવું, બચેલ ભયથી હું,
કામનું અહીં પામું, સ્વર્ગી વેતન હું.

સ્તંભ પાસ રહી તેના,મહિમા કાજ લડું,

લાભ કે તોટો કંઈ, હું નહિ ગણું;
છેવટ તેડી કહેશે, મૂક હથિયારો તુજ,
અંત આવ્યો તુજ યુદ્વનો,આવ મુગટ લે તુજ.