SA27

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - બોલો હાલેલૂયા, ઇસુ તારે છે, બોલો હાલેલૂયા !
પાપીનો તારનાર છે પ્રભુ ઇસુ,

કરો તેની ભકિત ને જાણો તેની શકિત, હાલેલૂયા !

ખરી શાંતિ દે છે પ્રભુ ઇસુ,

મનમાં તે આવ્યો કે જતો રહ્યો સંદેહ, હાલેલૂયા !

આખા જગ કાજ મૂઓ પ્રભુ ઇસુ,

કબરમાંથી ઊઠયો તારવાને માટે, હાલેલૂયા !

આવીને માનો હાલ પ્રભુ ઇસુ,

કદી નહિ પસ્તાશો ને ખચીત બચી જશો, હાલેલૂયા !

રાજા આપણો છે પ્રભુ ઇસુ,

તેની ફોજમાં આવો ને બોજાને બોલાવો, હાલેલૂયા !