SA257
Jump to navigation
Jump to search
૧ | વિશ્વાસના આત્મા આવ, બતાવ ઇશ્વરની વાત; ને બાપની ઓળખ તું કરાવ, તેને જાણું સાક્ષાત્. |
૨ | રક્તે તું મને ધો, ને એની સમજણ દે, કે જે સૌને કાજે મૂઓ, મજ કાજ પણ મૂઓ છે. |
૩ | ત્યારે જ તે રકતનો લાભ લાગુ પડશે ખરો, ને હું પોકારું “આબા બાપ”, તું છે પ્રભુ મારો. |
૪ | તું દે સજીવ વિશ્વાસ, તે જેને મળે છે, જાણે છે કે મારામાં ખાસ, દેવ સાક્ષી પૂરે છે. |
૫ | સર્વ જીતનાર વિશ્વાસ દે, પર્વત ખસેડે દૂર, ઇસુ માનનારને તારે પ્રીતે કરી ભરપૂર. |