SA256
Jump to navigation
Jump to search
૧ | તને સૌ લાવી અર્પું ઇસુ, હું પાછું ન રાખું કંઈ પણ, તારું તેડું માનીને પ્રભુ, હું કરું સર્વ હૃદય અર્પણ. |
૨ | મારું મન પહેલાં આડું હતું; હું ચાલતો મજ ઇચ્છા પ્રમાણ; પણ આજથી તું ચાહે તેમ કરું, કેમકે મારે કાજ તેં આપ્યો પ્રાણ. |
૩ | જે શકે મજ મન ભ્રમિત થયું, ખોટી લાજ અને બીકને મટાડ, આજથી તુંથી હું નહિ લજવાઉં, મારા મનમાંથી મલિનતા કાઢ. |
૪ | વિશ્વાસુ હૃદય તું મને દે, તારી નજરમાં કર મને નિર્મળ; પ્રીતે ભરીને નિર્ભય કરજે, અને દે યુદ્ધમાં ટકવાનું બળ. |
૫ | પ્રભુ મને એક સંત તું બનાવ, તું ચાહે તેમ મને કર વિશુદ્ધ; ખરી સિપાઇગીરી શિખવ, ટકી મરણ લગી કરું યુદ્ધ. |