SA253

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
તુજ પાસ હું નમું એટલામાં, તુજ પ્રીતનું દાન દેજે,

માનવને તારવાની ઇચ્છા, ભરજે મજ હૃદયે.
ટેક : તારા જેવું મન દે ! તારા જેવું મન દે !
તારી અજબ શકિતએ હરઘડીની કૃપાએ તારા જેવું મન દે !

મજમાં કામ તારું પૂરું કર, કરું ઇચ્છા તારી;

પાપ વગર રાખજે જીવન ભર, પાળું આજ્ઞા તારી.

પરાક્રમનું બાપ્તિસમાં દે, મજ પર રેડ તુજ આત્મા;

કે આગથી ભરપૂર થઇને, રહું તુજ સંગતમાં.

હું આ અંધારા જગતમાં, બઘે કરું પ્રકાશ;

ને વિશ્વાસુ રહુ સદા, કે જન લાવું તુજ પાસ.