SA251

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
પ્રભુ મારી જિંદગી લે, સદા અર્પિત થાય તને;

દરેક દિવસ, દરેક પળ, તને સ્તવું નિરંતર.
ટેક : ઇસુ છે મારો, ઇસુ શાંતિ આપે છે, ઇસુ મારો.

લેજે મારા હાથ ને પાય, તારી ઇચ્છા કરવા ધાય;

કરવા તારું ઉત્તમ કામ, સંભળાવવાને તારું નામ.

મારી વાણો વાપજે, પાપીઓને તારવાને;

મારા હોઠ પવિત્ર કર, તારા વચનો થી ભર.

પ્રભુ લેજે મારુ ધન, તને સોંપું આખું મન;

મારી વિચાર શકિત લે, તારા કામમાં વાપરજે.

તારી ઇચ્છા મારી થાય, કંઈ નહિ ચાહું તુજ સિવાય;

મારું હૃદય અર્પુ છું, તેમાં રાજ કરજે પ્રભુ.

મારી સઘળી પ્રીતિ હું, તુજ ચરણ પર રેડું છું;

મારું તન મન તારું છે, વિશ્વાસુ તું રાખ મને.