SA244

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
સર્વ જોનારની નજરમાં, કેમ કરીને હું શુદ્ધ થાઉં ?

પાપથી કંટાળું છું મારાં, તેથી છૂટકારો કેમ પામું હું ?
માંહેના દાસપણામાંથી, છૂટકો શું ન મળે કદી ?
શું મુકિત મારે કાજ નથી ? શું મનમાં સદા રહેશે બદી ?
ટેક- હીમ કરતાં સફેદ ! હીમ કરતાં સફેદ!
ખ્રિસ્તના રકતથી શુદ્ધ કરાઉ તો હીમ કરતાં થઈશ સફેદ.

શું ત્રાતા મદદ ન કરે, કેવળ દોષ દેખાડી ચાલ્યો જાય?

શુદ્ધતા શુ હાલ ન મળે, હવે તર્ત શુદ્ધ મન ન પમાય ?
હે પ્રભુ, સર્વશકિતમાન, વેંણ નિષ્ફળ ન જ જાય તારુ ,
હ્યાં, હાલ હું નિશ્ચે જાણું છુ, મને પ્રાર્થનાનું ફળ છે મળ્યું.

આગળ મને સૂઝતું ન હતું, તે હાલ મને તું બતાવશે;

મન મારામા તુ રહે છે, અને તુજ ઈચ્છા મારી પણ છે
તું મારા પર છે પ્રસન્ન, હૃદયમાં પ્રેમ છે ભરપુર;
હવે હું જોઈશ તારું મોં, મજ વર્તનમાં ફેર થયો જરૂર.