SA241

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
હે, સાફ કરનાર આગદાતા ખ્રિસ્ત, અગ્નિ દે !

આ દાન તું આપનાર છે ખચીત, અગ્નિ દે !
ફોજ તારી નિહાળીને જો, આત્માની રાહ જુએ છે સૌ,
એક બીજું પાસ્ખા પર્વ હો, અગ્નિ દે !

એજ આગની મોટી છે જરૂર, અગ્નિ દે !

તે હર ગરજ કરશે ભરપૂર, અગ્નિ દે !
શકિત દેશે નેક ચાલને કાજ, કૃપાથી જયવંત કરશે આજ,
કે ફેલાવીએ તારું રાજ, અગ્નિ દે !

બળ મળશે અબળતા સાટે, અગ્નિ દે !

મરનાર પાપી તારવા માટે, અગ્નિ દે !
હે પ્રભુ તારી વેદી પર, અર્પણ કરીએ જીવનભર,
યજ્ઞ અમારો માન્ય કર, અગ્નિ દે!