SA232

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ઇસુ મારો, તારી પાછળ ચાલીશ,

દુઃખ સંકટ વેઠી તારી વાત પાળીશ;
તેં મને તારવા સહ્યું છે મરણ,
ઇસુ હું સોંપું તને મન, ધન.
ટેક- તારી પાછળ, તારી પાછળ;
ઇસુ મારો, તારી પાછળ ચાલીશ.

જગતની માયા મોહિત કરે, નહિ,

ધન મારું રહેશે તે સર્વકાળ સુધી;
તારી વાણી પર રોજ ધરું છું કાન,
તુજ પર તાકું છું, તારનાર પ્રીતિવાન.

ઇસુ મુખ તારું મજ પ્રતિ મલકાવ,

હર પાપ કલંકથી નિત્ય તું બચાવ;
હે પ્રભુ, બોલ અથવા ઇસારો કર,
ઇચ્છા તારી છે, આજ્ઞા બરોબર.

યુદ્ધમાં સાથીઓ, કદી હારતા મા !

જલ્દી ચાલો આકાશી રસ્તામાં;
ઉપરને આગળ જય પામીને જાઓ,
પછી તરવાર મૂકી તાજ પહેરનાર થાઓ.