SA226

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
સ્તુત્ય હલવાન ઇશ્ચરના,મજ પર તેં કરી કૃપા;

મૂકયું તારું સ્વર્ગી ઘર,પ્રેમે મુઓ સ્તંભ ઉપર.
ટેક-તું તો શકિતમાન છે તારનાર,પ્રીત તારીછે અવિકાર;
તું મારો છે નિરંતર,તારો જ હુ થઇરહીશ.

લીધો તુજને હણવા કાજ, શીર નમાવ્યુ મારે કાજ;

મજ કાજ વહ્યું તુંજ લોહી, શુદ્ધ કરવા પાપ ધોઈ.

તારી અધિક કૃપાથી,તેં ઉગાર્યો શિક્ષાથી;

પાપથી દુર રાખે છે તું, શુદ્ધ આત્મા વડે પ્રભુ.

વધુ પાસે લાવ ઇશ્ચર, મજ આયુષ્ય સફળ કર;

મને નિત્ય તું સંભાળ, મનમાં મને રાખ પ્રેમાળ.

પ્રકાશવા દે અજવાળુ, લોક જાણે હું તારો છું;

તારામાં બહુ ફળવાન કર, કે હું ટકું જીવન ભર.