SA220

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ઇસુ રૂધિરથી મન થાય સાફ, ને શાંતિ રહે અંદર;

ને સાક્ષી દે કે, સઘળાં પાપ, લઇ લીધાં છે ઇશ્ચર.
ટેક: ધન્ય લોહી! કેવું મૂલવાન! તેથી બીકણ થાય બળવાન,
ને મળે સફાઇનું દાન,સ્વાર્થનું ન રહે નિશાન.

જે તોડે છે શેતાનનું રાજ, દંડાજ્ઞા દુર કરી;

જે પહોંચાડે છે સ્વર્ગમાંજ, તે છે ખ્રિસ્તનું લોહી.

જે પમાડે છે પવિત્રાઇ, આપી શાંતિ ખરી;

જે આપે આનંદ તથા જય, તે છે ખ્રિસ્તનું લોહી.