SA203

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
પ્રેમના નામનાં પ્ર્રેમના કામનાં, શી રીતે કરું વખાણ !

છે દયાળુ છે કૃપાળુ, નથી તેમાં ભૂંડું જાણ,
મનમાં દયા સદા પાળે, ઉશ્માં કૃપા કરે વાસ;
મીઠા વિચાર સદા ઝંખે, નથી દૂષણ તેની પાસ.

દયા રાખે ભલું તાકે, ભૂંડું ખમી રાખે ભાવ;

ધીરે ઘણું ચાહે ઘણું, વળતી બોલે”બંધુ આવ;”
બધા લોકને બંધુ માની, સદા ઇચ્છે સહુનું સુખ;
સહુને એક પિતાનાં જાણી, કલેશીનાં ટાળે છે દુઃખ.