હે ઇશ્વર, પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,

મળસકું થતાંમાં જ, તુજને છે સલામી.
હે ઇશ્વર, પવિત્ર ? શકિતમાન, દયાળું
ધન્ય ત્રિએક તું, ઇશ્વર કૃપાળુ.

હે ઇશ્વર, પવિત્ર ! સંત સેવા કરે,

ચળકતા સાગર આસપાસ સુવર્ણ તાજ ધરે,
કરૂબીમ, સરાફીમ પાય લાગી ગાય ગાનો,
તું જ હતો, છે, ને સદા રહેવાનો.

હે ઇશ્વર, પવિત્ર ! વ્યોમે વસ્તી તારી,

પાપી આંખ ન દેખે તુજ મહિમા જે ભારી;
એકલો તું જ પવિઞ નથી કોઇ તુજ સમાન,
શકિતમાન, પૂર્ણ પ્રેમાળ, ને શુદ્ધ નામ.

હે ઇશ્વર, પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,

ગાય સેો સૃષ્ટિ તુજ નામ, જળ, સ્થળ, ને સ્વરધામી
હે ઇશ્વર, પવિત્ર ! શકિતમાન, દયાળુ,
ધન્ય ત્રિએક તું ઇશ્વર કૃપાળુ.