SA19
Jump to navigation
Jump to search
૧ | જેના ઘરે ઝૂલતા હાથી, હજારો લાખ હતા સાથી; તેઓને ખાઇ ગઇ માટી, તું ખુશ થઇ નિંદ્રા કેમ લે છે ? |
૨ | નગારૂ કૂચનું વાગે, કે વાજું મોતનું વાગે; જેમ શ્રાવણ મેઘલા ગાજે, તું ખુશ થઇ નિંદ્રા કેમ લે છે? |
૩ | જેના ઘરે પાલખી ઘોડા, જરી જર ચમકતા જોડા; તેઓને હાલ મોતે તેડયા, તું ખુશ થઇ નિંદ્રા કેમ લે છે? |
૪ | હમણાં જાગીને ઊઠ પાપી, ઇસુના હાથથી લે માફી; તને તારવા તે છે સાથી, તું ખુશ થઇ નિંદ્રા કેમ લે છે? |