SA185

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
અમ સૌની આશા છે તુજ પર, અમ સૌનો વહાલો તું,

તારા સ્વરૂપે મુદ્રિત કર, હદય પર હે પ્રભુ.

પ્રીતે અમારાં મન ઉભરાય, કે સૌને થાએ જાણ,

અમમાં તારા ગુણ દેખાય, કે મળ્યું પૂરું ત્રાણ.

એકજ અમારો હેતુ થાય, માંય વિચાર વાતને કામ,

પામવાને પૂરી પવિત્રાઈ, મનમાં થઇ શુદ્ધ તમામ.

આ સ્વર્ગી સુખનુ દેજે દાન, તારે માટે કર તૈયાર,

ને થઇ અમારો આગેવાન, પહોંચાડ ભવસાગર પાર.