SA184

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
તું મને પૂર્ણ શુદ્ધ કર, આ કામ તો છે બહુ કઠણ,

પણ હાલ આ દાન વિશ્વાસ વડે, હું પામવા કરીશ જતન.

જો દેવને સૌ કંઇ શકય છે, તો ખ્રિસ્ત છે પરાક્રમ તેનો,

ઇસુ મારામાં વસે છે, ને હું છું અવયવ તેનો.

જે સૌ કરતા અશકય હોય, તે તુજ વચનથી થશે,

તું મારા મનને પૂરું ધો, તો પાપ મૂળથી જશે.

મેં તને સઘળું સોંપ્યું છે, તું મને શુદ્ધ કરે છે,

આ મોટું દાન તેં આપ્યું છે, મન પ્રીતિથી ભરે છે.