SA178
Jump to navigation
Jump to search
ટેક : શુદ્ધતા પામવાને તમે આવો આ વારી, આવો આ વારી તમે આવો આ વારી, | |
૧ | શોધી જૂઓને શુદ્ધતાને પ્રીતે, ફાંદારૂપ પાપને છોડોને ચિત્તે, પ્રીતે ચિત્તે આપને નકારી |
૨ | છૂટા થાઓ ને સંદેહથી તરજો, પાપરૂપી જડને હાલ દૂર કરજો, તરજો કરજો હવે તૈયારી. |
૩ | વિશ્વાસ કરોને ચિત્તથી એકજ, પામોને પૂર્ણતા પ્રેમ ને નેકજ, એકજ નેકજ છેકજ સારી. |
૪ | હુકમ તેના પ્રેમથી માનો, ઉપયોગે લાવો દેવનાં દાનો. માનો દાનોને વાપરી વિચારી. |