SA176

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - હે તું પૂર્ણ પ્રેમના દેવ (૨)

પાપ કંલકને મનથી કાઢજે સફાઇથી કરૂં તારી સેવ.

ઇસુ તારી માફક નિત ચાલું. (૨)

તારી ઇસ્છા રોજ રોજ કરવા, તન મન ધન આલું.

દેહની હાનિ થાય તો થાય, (૨)

મારા જીવના શત્રુઓ કાઢજે, રાજ કર અંતર માંય.

શક ભરેલી વાતથી રહીશ દૂર,(૨)

મારી અરજી કબૂલ કરીને, પ્રીતિથી કર ભરપૂર.

પવિત્ર આત્મા અહીં છે રે, (૨)

તે જો મારી સંગમા રહે તો શેતાન શું કરે ?

મજ પર રેડ સાફ કારનાર ધાર, (૨)

મારે કાજે અમસ્તું કેમ જાય દુ:ખ તારું અપાર.

ધન ધન મન છે સાફ મારું,(૨)

તારા મૂલવાન લોહી થકી હું પામ્યો દાન તારું.