ટેક:આપણી ચાલથી જણાએ જી (૨)

મુકિતની અસર દરેક વાતમાં દેખાય જી.

સાચું બોલવું સાચું રહેવું, જૂઠ્ઠા નર્કમાં જશે;

ઇસુનો સિપાઇ પૂરા, મનથી સાચો થશે.

મૂર્ખાઇનો નકાર કરી, બુદ્ધીથી રોજ ચાલે;

હલકી વાતચીત દૂર કરીને, મનથી ધર્મ પાળે.

પાપી સાથ કેમ હસવા બેસે, જમ ઊભો છે પાસે;

આજે જે જન હસતો હોએ, કાલ કદી મરી જાશે ?

મનમાં અશુદ્ધ વિચાર કરી, દેહને ન વટાળો;

શરીર ખ્રિસ્તનું મંદિર જાણી, કદી ન બગાડો.