SA172
Jump to navigation
Jump to search
ટેક : આવો રે સાથીઓ પવિત્રાઇ પામવા. | |
૧ | પહેલું પગથિયું થયો દેવ પુત્ર, પિતાનો વારસો પામુ જી રે. |
૨ | બીજું પગથિયું તજી સૌ પાપને, ગર્વ ગુસ્સો વિસારૂં જી રે. |
૩ | ત્રીજું પગથિયું ઇસુના લોહીથી, સંપૂર્ણ શુદ્ધતા પામું જી રે. |
૪ | ચોથું પગથિયું પ્રભુ શરણ થઇને, પૂરેપૂરો હરખાઉં જી રે. |
૫ | પંચમ પગથિયે સઘળી શંકાઓ, તજી વિશ્વાસુ થાઉં જી રે. |
૬ | છઠ્ઠે પગથિએ તન મન ધનથી, ઇસુ સેવા સ્વીકારૂં જી રે. |
૭ | સાતમે પગથિયે પૂરા વિશ્વાસે, પૂરો પવિત્ર થાઉં જી રે. |
૮ | ટળી ગયું દુ:ખ, મારાં સઘળા પાપોનું, ઇસુનો પ્રેમરસ ચાખું જી રે. |
૯ | જગતને કાજે, યુદ્ધ કરવાને, પુરો શૂરવીર હું થાઉં જી રે. |