SA167

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
આવ, તું દાતા સૌ આશિષના, શિખવ ગાતાં મને પ્રીત,

દયા ઝરણ વહે સદા , ગવડાવે કૃપાનાં ગીત.
ઘન છે, ઘન છે, ખ્રિસ્ત તારે છે, ઘન્ય હોજો ઇસુને,
લોહી મને શુદ્ધ કરે છે ઘન્ય હોજો ઇસુને

ઊંચ સૂરે ગાઉં એબન-એઝર, તુજ થકી અહીં આવ્યો છું,

આશા ક્ષેમકુશળ ઘેર આવવા, તુજ કૃપાએ રાખું છું.

ભવ રાને ભટકતો જ્યારે, ઇસુએ ખોળ્યો મને,

જોખમમાંથી બચાવવાને, મૂલવાન પ્રાણ અર્પ્યો તેણે.

નિત્ય મજને દોરવા તેની કૃપાનો હું છું ઋણી,

મજ ભટકેલ, મન તુજ સાથ પ્રભુ, બાંઘ દયાની સાંકળથી,