SA166

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - એજ મારી વાર્તા, એજ મારું ગીત.ત્રાતાની સ્તુતિ, કરું છું નીત (૨)
ઇસુ છે મારો, ખરી આ વાત !

ઇશ્વરી ગૌરવ પામું સાક્ષાત;
ખંડણી આપી, તાર્યો અને,
તેના રકતે શુદ્ધ કર્યો મને,

પૂરી આધિનતા, પૂરો ઉઘ્ઘાસ,

ગૌરવી દર્શન, થાયે છે ખાસ;
દૂતો આકાશથી, લાવે આબાદ,
સંદેશ કૃપાના પ્રીતિના નાદ.

પૂરી આધિનતા, પૂરો આરામ,

ત્રાતામાં સુખી, ને ઘન્યવાન;
ભક્તિ પ્રભુની, નિત્ય કરૂં,
પ્રીતિ ભલાઇ, લીનતામાં રહું.